પ્રયાસ કર્યો છે
નથી ખબર શું છે જિંદગી,
છતાં પણ તેને સમજવાનો એક પ્રયાસ કર્યો છે.
કઠિન છે અર્થ આ જીંદગીનો,
તેમ છતાં અર્થવિસ્તાર કરવાનો એક પ્રયાસ કર્યો છે.
નથી ખબર ક્યાં છે મંજિલ મારી,
છતાં પણ મારગને શોધવાનો એક પ્રયાસ કર્યો છે.
શું હકીકત છે; આ જીવતરની,
તેની અસલિયતને શોધવાનો એક પ્રયાસ કર્યો છે.
કોણ લખે છે લેખ આ જિંદગીના!
લેખ લખનારને મળવાનો એક પ્રયાસ કર્યો છે.
તકલીફ હોવા છતાં પણ આ જિંદગીમાં,
એક વાર હસીને જીવવાનો એક પ્રયાસ કર્યો છે.
ખૂટી ગયા છે ખુદ હવે શબ્દો મારી પાસે,
તેમ છતાં એક લીટી લખવાનો એક પ્રયાસ કર્યો છે.
હવે તો બસ યોગ્યતા મળે આ જિંદગીને,
તે માટે ઈશ્વરને અરજ કરવાનો એક પ્રયાસ કર્યો છે.